મેઘપરની એ સોસાયટીને સપ્તાહમાં 7પ0 લિટર પાણી

ગાંધીધામ, તા. 3 : ગાંધીધામથી અંજાર જતા રસ્તે મેઘપર પંચાયતની હદમાં આવતી એક સોસાયટીને અઠવાડિયે માંડ 750 લિટર જેટલું જ પાણી નસીબ થતું હોવાથી જિંદગીભરની કમાણી ખર્ચીને મકાન લેનારાઓ રખડી પડયા છે. રાધેશ્યામનગરમાં વસતા નાગરિકોના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી આ સોસાયટીને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડેવલોપર પાસેથી લાખો ખર્ચીને મકાનો ખરીદ્યા પછી હવે આ સમસ્યાનો ઉકેલ લવાતો નથી. સોસાયટીમાં બનાવાયેલા ટાંકા સુધી ગ્રામ પંચાયત પાણી આપે છે. પંચાયતના કહેવા મુજબ અઠવાઠિયામાં એક વખત તે 12 કલાક પાણી સપ્લાય કરે છે. બીજી બાજુ આ ટાંકાઓમાં મોટર લગાડીને ડેવલોપર દ્વારા 7પ0 લિટર પાણી રહેવાસીઓને અપાય છે. ડેવલોપરને પૂછતાં તેઓ પંચાયત દ્વારા ઓછો પુરવઠો આવતો હોવાનું કહે છે. જ્યારે પંચાયત અન્ય સોસાયટીઓને જેટલું પાણી આપીએ છીએ તેટલું જ રાધેશ્યામનગરને અપાય છે તેવો ગોળ-ગોળ જવાબ આપે છે. ઉનાળાના આકારા દિવસોમાં રહેવાસીઓને નાછૂટકે ટેન્કરથી પાણી મગાવવું પડે છે. આ સમસ્યા સત્વરે ઉકેલવા રહેવાસીઓની માગણી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer