ધોળાવીરામાં ત્રણ શખ્સે યુવાન ઉપર હુમલો કર્યો

રાપર, તા. 3 : ભચાઉ તાલુકાના ધોળાવીરા નજીક ત્રણ શખ્સે યુવાન ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ ખડીર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 29ના સવારે 9 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓ રાજેશ રામજી કોલી, અશ્વિન રામજી કોલી, વશરામ રામજી કોલીએ ફરિયાદી નાનજી ભારમલભાઈ ચોથાભાઈ મકવાણા કોલી ઉપર લાકડી વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. ફરિયાદી યુવાનના બહેનના ધોળાવીરા ખાતે લગ્ન હતાં. તે ખરીદી કરી પરત જતો હતો ત્યારે ગામના દવાખાના પાસે તેને રોકીને આરોપીઓએ માર માર્યો હતો. અગાઉ થયેલો ઝઘડો બનાવ પાછળ કારણભૂત હોવાનું પોલીસે કહ્યું હતું. ખડીર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer