ક્રેપમાં ગયેલી મોટરસાઈકલ વેચીને કરાઈ છેતરપિંડી

ભુજ, તા. 3 : અંદાજે અઢીથી ત્રણ વર્ષ પૂર્વે ક્રેપમાં ગયેલી મોટરસાઈકલ વેચીને કાગળો બાદમાં આપવાનું કહી છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પદ્ધર પોલીસ મથકે નવી ધાણેટીમાં રહેતા કાનજીભાઈ વાલાભાઈ ડાંગર (આહીર)એ તેમની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેમાં કોટડા ચકાર ખાતે રહેતા આરોપી રતનશી જીવરાજ ધોળુ (પટેલ) પાસેથી અઢીથી ત્રણ વર્ષ પૂર્વે રૂા. 25000માં મોટરસાઈકલ ખરીદી હતી. જેના કાગળોમાંના વીમો તથા આરસીબુક બાદમાં આપવાનો વાયદો કર્યો હતો પરંતુ આ પધરાવી દીધેલી મોટરસાઈકલ ક્રેપમાં વેચાયેલ હોવાની વિગતો ધ્યાને આવતાં તેનું આરટીઓમાં પાસિંગ ન થઈ શકે, વીમો પણ ન ઊતરી શકે. આમ કાનજીભાઈ સાથે વિશ્વાસઘાત કરીને આરોપી રતનશીએ ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer