ગાંધીધામમાં મસ્જિદ ખાતે શરૂ થયેલાં સારવાર કેન્દ્રની અગ્રણીઓએ લીધી મુલાકાત

ગાંધીધામમાં મસ્જિદ ખાતે શરૂ થયેલાં સારવાર કેન્દ્રની અગ્રણીઓએ લીધી મુલાકાત
ગાંધીધામ, તા. 22 : અહીંના મુસ્લિમ સમાજ અને ઈત્તેહાદુલ મુસ્લેમિન હિન્દ દ્વારા નવી સુંદરપુરી તયબાહ મસ્જિદ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે 25 બેડના કેન્દ્રના આરંભ કરાયો છે. આ કેન્દ્રની અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. ઓક્સિજન સહિતની નિ:શુલ્ક સેવા સાથે શરૂ થયેલા આ કેમ્પની સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નાયબ કલેક્ટર શ્રી જોષી, સુધરાઈના પ્રમુખ ઈશિતાબેન ટિલવાણી, નગરસેવક પુનિત દુધરેજિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુતરિયા સહિતનાએ મુલાકાત લઈને સંસ્થાના કાર્યને બિરદાવી જરૂરી સૂચનો કરી સહકારની ખાતરી આપી હતી. હાલમાં  આ કેન્દ્ર 25 પથારી  અને 50 ઓક્સિજનના બાટલા સાથે ચાલે છે. જરૂરિયાતને ધ્યાને રાખીને વધુ 50 બાટલાની આવતીકાલ સાંજ સુધી વ્યવસ્થા થઈ જશે. ડોક્ટરની દવા લીધા બાદ ઓક્સિજન માટે આવવું. રિપોર્ટ અને દવા વગર આવનારા દર્દીને ઓક્સિજનની સેવા નહીં આપી શકાય, જેથી રિપોર્ટ અને ડોકટરની  દવા લઈને જ આવવા હાજી જુમા રાયમાએ એક યાદીમાં અનુરોધ કર્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer