માંડવી શહેરમાં શનિવારથી પાંચ દિવસ સંપૂર્ણ લોકડાઉન

માંડવી શહેરમાં શનિવારથી પાંચ દિવસ સંપૂર્ણ લોકડાઉન
માંડવી, તા. 22 : વધતા કોરોના સંક્રમણને ડામવા માટે માંડવી શહેર 5 દિવસ અને તાલુકો 7 દિવસ સજ્જડ બંધ રહે તેવો નિર્ણય નગરપાલિકાના પ્રાંગણમાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો હતો. તા. 24થી 28 એપ્રિલ સુધી માંડવી શહેરમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. માત્ર દૂધ તેમજ મેડિકલની સેવા ચાલુ રહેશે. તાલુકાના તમામ ગામડાઓ શનિવારથી સાત દિવસ બંધ રહેશે. જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઇ દવેએ પોલીસ અને તંત્રના સંકલન સાથે સંપૂર્ણ લોકડાઉન રહેશે તેવું જણાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઇ દોશી, શાંતિલાલ ગણાત્રા, સારસ્વતમના મુલેશભાઇ દોશી, તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા, પૂર્વ નગરપતિ મેહુલભાઇ શાહ, મકડા સરપંચ બળવંતસિંહ જાડેજા, લાયજા સરપંચ કિશોરભાઇ ગઢવી, ભાડઇ સરપંચ નિર્મલસિંહ સોઢા, વિજય ચૌહાણ સહિતે સૂચનો કર્યા હતા. પ્રાંત અધિકારી કે. જી. ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, વી. બી. ગોહીલ, ચીફ ઓફિસર સાગરભાઇ?રાડિયા, ઇ.પી.આઇ. આર. સી. ગોહીલ, નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ દવે,  તાલુકા પ્રમુખ સુરેશ સંગાર, તા.પં. પ્રમુખ નીલેશ મહેશ્વરી, તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ વરજાંગભાઇ ગઢવી, તંત્રના વાહકોએ વિવિધ સૂચનો કર્યા હતા. પંચાયત ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, સામતસિંહ સોઢા, દેવાંગભાઇ શાખરા, ઓસમાણભાઇ લંગા, કેવલ ગઢવી, વેપારી અગ્રણીઓ ભરતભાઇ ડગારાવાળા, રશ્મિભાઇ દોશી, અક્ષયભાઇ મહેતા, રશ્મિભાઇ સોની, લલિતભાઇ શાહ, જુગલભાઇ સંઘવી, શિવજીભાઇ આહીર, શાંતિલાલ ગણાત્રા, સુધીરભાઇ સોદાગર, વિનુભાઇ થાનકી, દીપકભાઇ સોની, શિવુભા જાડેજા, ભાવનાબેન જોશી, સામતભાઇ ગઢવી, કાંતિભાઇ દામા ઉપસ્થિત રહ્યા હતા. લખપત તાલુકાના પાનધ્રો ગામે પણ 30મી સુધી સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવી દુકાનો બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer