હસ્તકલા કારીગરો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતતા કાર્યક્રમ યોજાયો

હસ્તકલા કારીગરો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતતા કાર્યક્રમ યોજાયો
કુકમા (તા. ભુજ), તા. 22: ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ અમદાવાદ) અહીંના અવધનગરમાં હસ્તકલા કારીગરો માટે એક દિવસીય `ઉદ્યોગ સાહસિકતા જાગૃતતા કાર્યક્રમ ઉદ્યમિતા વિકાસ સંસ્થાન તથા સૌજન્ય કમિશ્નર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા યોજાયો હતો. જેમાં વણકર કામ સાથે સંકળાયેલા હસ્તકલા કારીગરો જોડાયા હતા. આ અંતર્ગત ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા કચ્છ ટીમ દ્વારા તમામ સહભાગીઓને ઉદ્યોગ સાહસિકતા એટલે શું અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું આ ઉપરાંત એક કલાકાર, કારીગર અને એક ઉદ્યોઁગ સાહસિક વચ્ચેનો મુખ્ય તફાવત અને એક સફળ પ્રગતિશીલ વ્યવસાય અને વધુ આર્થિક ઉપાર્જન માટે ઉદ્યોગ સાહસિક બનવુંય શા માટે જરૂરી છે. તે અંગેની પુરી સમજ આપવામાં આવી હતી. આ તમામ કારીગર સહભાગીઓ સાથે સંકલન કરવામાં ભાવનાબેન પ્રકાશભાઇ વણકરનું મહત્વનું યોગદાન રહ્યું હતું. કાર્યક્રમમાં દિવ્યા દવે (કલસ્ટર કોઓર્ડિનેટર ભુજ), ચેતન ગજ્જર (એનીમેટર, એસ.ઓ.એસ. ચિલ્ડ્રન્સ વિલેજ) તથા સચિન પંડયા (તાલુકા લાઇવલીહૂડ મેનેજર, તાલુકા પંચાયત ભુજ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કંકુબેન અમૃતલાલ વણકર (સરપંચ કુકમા)નો મોટો ફાળો રહ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જીસીઆઇડીસી કચ્છની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer