ધીમી ઓવરગતિ બદલ સુકાની ઈયોન મોર્ગનને 12 લાખનો દંડ

મુંબઈ, તા. 22 : ચેન્નાઈ સુપરકિંગ્સ સામેના રોમાંચક મુકાબલામાં 18 રને હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના સુકાની ઈયોન મોર્ગનને ધીમી ઓવરગતિ બદલ 12 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. મોર્ગન આ સિઝનમાં ધીમી ઓવરગતિ બદલ દોષી ઠરતાં દંડ ભરનાર ત્રીજા સુકાની બન્યા છે. અગાઉ, ચેન્નાઈના સુકાની મહેન્દ્રસિંહ ધોની અને મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માને દંડ થયો હતો. નિયમ મુજબ, દરેક ટીમે 90 મિનિટમાં 20 ઓવર પૂરી કરવાની  હોય છે. સિઝનમાં કોલકાતા તરફથી ધીમી ઓવર રેટનો પહેલો મામલો હોવાનાં કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં  આવી રહ્યો છે.બીજી વખત સ્લો ઓવર રેટની બોલિંગ બદલ ટીમના કેપ્ટન ઉપર બમણો એટલે કે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.  સાથે જ ટીમના પ્રત્યેક ખેલાડીને 25 ટકા મેચ ફી અથવા તો 6 લાખ રૂપિયા જે ઓછા હોય  તે  દંડ  કરવામાં આવે છે,  જ્યારે ત્રીજી વખત ભૂલ કરવામાં આવે તો કેપ્ટન ઉપર એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે અને ખેલાડીઓને મેચ ફીના 50 ટકા અથવા તો 12 લાખ રૂપિયા બન્નેમાંથી છે ઓછા હોય તે દંડ ફટકારવામાં આવે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer