ઓલિમ્પિક મશાલ રીલેમાં સામે આવ્યો કોરોનાનો પહેલો કેસ

ટોક્યો, તા. 22 : ટોક્યો ઓલિમ્પિકના આયોજકોના કહેવા પ્રમાણે ઓલિમ્પિક મશાલ રીલે સંબંધિત એક પોલીસકર્મીને કોરોના સંક્રમણ સામે આવ્યું છે. મશાલ રીલે 25 માર્ચના રોજ શરૂ થયા બાદ તેના સંલગ્ન પહેલો  પોઝિટિવ કેસ સામે આવ્યો છે.આયોજકોના કહેવા પ્રમાણે 30 વર્ષીય પોલીસકર્મી વાહનવ્યવહાર નિયંત્રણ સાથે જોડાયેલો હતો. આ પોલીસકર્મીમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા બાદ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે પોઝિટિવ આવ્યું હતું. અધિકારીઓના કહેવા પ્રમાણે પોલીસકર્મીએ માસ્ક પહેરી રાખ્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પણ પાલન કર્યું હતું. ટોક્યો ઓલિમ્પિકની 121 દિવસની ટોર્ચ રીલે 25 માર્ચના રોજ શરૂ થઈ હતી. જે 23 જુલાઈના રોજ ટોક્યોમાં ઉદ્ઘાટન સમારોહ સાતે સંપન્ન થશે. આ ટોર્ચ રીલે જાપાનના 47 શહેરમાંથી પસાર થશે. કોરોના   મહામારીનાં કારણે ગયા વર્ષે સ્થગિત થયેલી ઓલિમ્પિક રમતો 23 જુલાઈથી શરૂ થવાની છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer