કોરોનાની વિકટ સ્થિતિ વચ્ચે ગાંધીધામમાં ફળો અધધધ મોંઘાં

ગાંધીધામ, તા. 22 : કચ્છમાં કોરોના સંક્રમણ વધતાં સ્વાભાવિક રીતે ફળનો વપરાશ વધ્યો છે તેમાંય રમજાન માસનો ઉમેરો થતાં આ સંકુલમાં ફળના ભાવો આસમાને પહોંચ્યા છે. આ સંકુલમાં આર્થિક રીતે સદ્ધર લોકો પણ આશ્ચર્ય વ્યક્ત કરે તેવા ભાવ અંગે ટ્વિટરમાં પણ ચર્ચા થઈ રહી છે. નાળિયેર, મોસંબી, ચીકુ, સફરજન વગેરે જેવા ફળો ત્રણ-ચાર ઘણા ભાવે વેચાઈ રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગને તો હવે ફળ ખરીદીને ખાવા મુશ્કેલીજનક બન્યું છે. આમ પણ આ સંકુલમાં ફળના વેપારીઓ ટાગોર રોડ ઉપર ઊભા રહીને લખપતિ ગ્રાહકો શોધતા રહે છે. ગમે તે ભાવે દરરોજ ખરીદી કરતો આ ધનિક વર્ગ પણ અત્યારના ભાવોથી ચકિત થઈ ગયો છે. આડેધડ લેવાતા આ ભાવો ઉપર કોઈ નિયંત્રણ નહીં હોવાથી અને કમાઈ લેવાની વૃત્તિનો ભોગ સામાન્ય માનવી બની રહ્યો છે. સરકારે આ દિશામાં યોગ્ય અને ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો ઈચ્છે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer