લોકડાઉનમાં ભુજમાં રામરોટી દ્વારા મફ્ત ભોજન તથા ટિફિનની વ્યવસ્થા

ભુજ, તા. 22 : રામ રોટી અને છાશ કેન્દ્ર દ્વારા લોકડાઉન દરમ્યાન દરેક વર્ગના લોકો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થાનો લોકઉપયોગી નિર્ણય ટ્રસ્ટી મંડળની બેઠકમાં લેવાયો છે. 35 વર્ષોથી દરિદ્રનારાયણો તથા શ્રમજીવીઓને વિનામૂલ્યે તથા નોકરિયાત અને મધ્યમ વર્ગને રૂા. 20ના ટોકન દરથી બંને ટાઈમ મિષ્ટાન્ન-ફરસાણ સાથેનું પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. હાલમાં કોરોનાની મહામારીમાં ભુજમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોજ, રેસ્ટોરેન્ટ, ડાઈનિંગ હોલ, લારીવાળા વગેરે બંધ હોવાથી અને જિલ્લાનું મથક હોવાથી ભુજમાં સારવાર માટે આવનાર દર્દીઓ, દર્દીઓના સગાઓ, ખાસ ફરજ પરના કર્મચારીઓ, કોરોના વોરિયર્સ તથા અન્ય લોકોને ખાવા-પીવાની કોઈ જાતની તકલીફ ન પડે તે હેતુથી સંસ્થા દ્વારા તમામ લોકો માટે નિ:શુલ્ક ભોજન તથા દર્દીઓ માટે નિ:શુલ્ક ટિફિનની વ્યવસ્થાનો લાભ લેવા તમામ વર્ગના લોકોને સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરાયો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer