માસ્ક વિના એક હજારનો દંડ નીચલા વર્ગ માટે મુશ્કેલીરૂપ

મુંદરા, તા. 22 : માસ્ક ન પહેરનારાને રૂા. એક હજારનો દંડ આપવો પડે છે. આ સરકારી નિયમ છે પણ સ્થાનિક પોલીસ તંત્ર માનવતાને તાક ઉપર રાખીને હજાર રૂા. વસૂલતી હોવાના બનાવો બનતાં લોકોમાં નારાજગી ફેલાઇ છે.સંખ્યાબંધ નાગરિકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, તદ્દન નીચલા વર્ગના નાગરિકો કે જેમને બે છેડા ભેગા કરવા જ અત્યારના સમયમાં કઠિન બન્યા છે તેની એક હજારની પરચી ફાડવામાં આવી રહી છે. સુજ્ઞ નાગરિકો દાખલા સાથે વાત કરતાં જણાવે છે કે, નિયમ પાલનની સાથે સાથે પોલીસ તંત્રે માનવતા પણ દાખવવી જોઇએ. પોલીસ તોડ?કરે છે એવો આક્ષેપ હજુ સુધી નથી થયો પણ સખત ચેતવણી આપી જો કેટલાકને દંડનો ડામ ન આપવામાં આવે છે એ યોગ્ય નથી. લક્ષ્યાંક પૂરા કરવા માટે થતી કાર્યવાહીમાં ક્યાંકને ક્યાંક માનવીય સંવેદનાને ઘસરકો પહોંચે છે. `પોલીસ પ્રજાનો મિત્ર?છે'ની ઉક્તિ પોલીસે સાર્થક કરવી જોઇએ તેવું લોકોનું માનવું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer