ભુજમાં સામૂહિક બળાત્કારના કેસમાં બે આરોપીને જામીન પર મુક્ત કરાયા

ભુજ, તા. 22 : આ શહેરના બી-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા ઘરમાં ઘૂસીને સામૂહિક બળાત્કાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીને જિલ્લા અદાલતે જામીન આપતો આદેશ કર્યો હતો.  અત્રેના અધિક સેશન્સ જજ પી.એસ. ગઢવી સમક્ષ આ માટેની સુનાવણી થયા બાદ ન્યાયાધીશે બે આરોપી નૂરમામદ સુમાર બાફણ અને અકબર ઉર્ફે અકો અબ્દુલ્લ મ્યાત્રાને જામીનમુક્ત કરતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી નૂરમામદના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી એસ.ટી. પટેલ, એચ.એસ. પટેલ અને એસ.જી. વાલાણી તથા આરોપી અકબરના વકીલ તરીકે ભૂરુભા આર. જાડેજા રહ્યા હતા. - વિદ્યુત ચોરી કેસમાં ચુકાદો : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દરોડો પાડીને વીજળીની ચોરી બાબતના કરેલા કેસમાં ગાંધીધામના રાજેશ સુરેશભાઇને નિર્દોષ ઠેરવાયા હતા. ભુજમાં ખાસ અદાલત સમક્ષ આ કેસ ચાલ્યો હતો. છ સાક્ષી અને નવ દસ્તાવેજી પુરાવા તપાસી તંત્રની કાર્યવાહી શંકાસ્પદ જણાતી હોવાનું તારણ આપી આ ચુકાદો અપાયો હતો. આ કેસમાં વિદ્યુત ગ્રાહકના વકીલ તરીકે અમીરઅલીભાઇ એચ. લોઢિયા, અન્જુમ લોઢિયા, જયવીરાસિંહ જાડેજા, દિનેશ ગોહિલ, કાસમ મંધરા અને ધનજી મેરિયા રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer