મુંદરામાં આંકડા લેતા મુંબઇ - નાસિકના વેપારી ચડયા ઝપટે

ભુજ, તા. 22 : મુંદરામાં બારોઇ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં શિવમ કોમ્પ્લેક્ષ સ્થિત મકાનમાં આંકડાનો બેનંબરી કારોબાર ચલાવી રહેલા મૂળ મુંબઇના ઘાટકોપર પૂર્વના યતિન રમેશ ગણાત્રા અને મૂળ નાસિક (મહારાષ્ટ્ર)ના હિતેશ મથુરાદાસ માનસત્તાને પકડી પડાયા હતા. પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ બાતમીના આધારે ગઇકાલે આ કાર્યવાહી કરી હતી. બન્ને આરોપી પાસેથી રૂા. 9900 રોકડા, સાહિત્ય અને બે મોબાઇલ ફોન કબ્જે કરાયા હતા. આ બન્ને પાસેથી આંકડાનું બાકિંગ મુંબઇમાં મુલુન્ડ ખાતે રહેતો ઉમેશ માવજી ગણાત્રા લેતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. ત્રણેય સામે ગુનો નોંધાયાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer