ફતેહગઢમાં સગીરાની છેડતી કરી માતાને માર માર્યો

રાપર, તા. 22 : તાલુકાના ફતેહગઢ ગામમાં શખ્સે સગીરાની છેડતી કરી માતાને માર માર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.  પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 19ના સવારના 7 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી ખોડા દેસરા રબારીએ  ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. રૂમમાં સૂતેલી સગીરાને માર મારી છેડતી કરી હતી. વચ્ચે છોડાવવા પડેલી માતાને આરોપીએ બે થપ્પડ મારી  ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer