નાડાપામાં ફેકટરીમાં યંત્ર પલટી ખાતાં શ્રમજીવી યુવાનનું મોત

ભુજ, તા. 22 : તાલુકામાં આહીરપટ્ટી વિસ્તારના નાડાપા ગામે ખાનગી ફેકટરીમાં અકસ્માતે કાપણી માટેનું યંત્ર પલટી ખાઇ જતાં તેના નીચે દબાઇ જવાથી 33 વર્ષની વયના શ્રમજીવી રાજેશ દીતાભાઇ કટારાને મોત આંબી ગયું હતું. પોલીસે આપેલી માહિતી અનુસાર નાડાપામાં રામ વેલકિંગ નામની કંપનીમાં આ ઘટના બની હતી. ભોગ બનનારો યુવાન યંત્ર પાસે પાઉડર બનાવવાનું કામ કરી રહ્યો હતો ત્યારે યંત્ર ઊથલતાં તેને આ અકસ્માત નડયો હતો. રાજેશને ભુજ ખસેડાતાં જનરલ હોસ્પિટલના ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પદ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer