શાળાના બાળકોને અનાજ ગોડાઉનથી સીધું પહોંચતું કરવા ઊઠેલી માગણી

રાપર, તા. 22 : કોરોનાના લીધે પ્રાથમિક શાળાના છાત્રોને હોમ લર્નિંગના સમયગાળા દરમ્યાન ફૂડ સિક્યોરિટી હેઠળ બાળક અથવા વાલીના બેન્ક ખાતામાં જમા થાય છે અને બાળકોના ભાગનું અનાજ શિક્ષકોને દુકાનેથી લેવા જવું પડતું હોવાથી સંક્રમણ વધવાની ભીતિ છે. માટે બાળકોને ગોડાઉનમાંથી સીધો જથ્થો પહોંચે તેવો મત વ્યકત થઇ રહ્યો છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગ માટે આશીર્વાદરૂપ છે,અત્યારે આઅનાજ વાજબી ભાવના દુકાનદારોપુરવઠા ગોડાઉનમાંથી પોતાની દુકાને લઇ જાય છે અને દુકાનેથી શાળાના શિક્ષકો પ0 કિ.ગ્રા.ના કટ્ટા લઇ જાય છે. શિક્ષકો જ દુકાનેથી જે-તે વાહનમાં ચડાવે છે. તેના બદલે ગોડાઉનમાંથી જ અનાજ મોકલાય તો સમય અને શકિતનો  બચાવ થાય અને સુચારૂ વ્યવસ્થા ગોઠવાય. અહીં ઉલ્લેખનીય છે કે, ધો. 1થી 5ના તમામ બાળકોને રોજના 50 ગ્રામ ઘઉં અને 50 ગ્રામ ચોખા મળી કુલ 100 ગ્રામ અનાજ તથા ધો. 6થી 8ના તમામ બાળકોને રોજના 75 ગ્રામ ઘઉં અને 75 ગ્રામ ચોખા મળીને કુલ 150 ગ્રામ અનાજ અપાઇ રહ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer