કચ્છમાં ત્રણ દિવસ સોના-ચાંદીની બજારે બંધ

ભુજ, તા. 22 : કચ્છમાં કોરોનાની મહામારી વધુ ને વધુ આક્રમક બની રહી છે ત્યારે સંક્રમણની સાંકળ તોડવા શહેરમાં ત્રણ દિવસ સુધી વેપાર-ધંધા બંધ રાખવા રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ દરેક સંસ્થાને સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરી છે ત્યારે તેને માન આપવા કચ્છ બુલિયન ફેડરેશન ભુજ બુલિયન મરર્ચન્ટ એસો.એ બંધમાં જોડાવવા સહમતી   આપી છે.કચ્છ બુલિયન ફેડરેશન એસો.ના પ્રમુખ મનસુખભાઇ કોડરાણીની યાદીમાં જણાવ્યા મુજબ તા. 23થી 25 સુધી સંસ્થા સાથે જોડાયેલા દરેક વેપારીઓ, કારીગરોને પોતાના ધંધાકીય કામકાજ બંધ રાખવાની અપીલ કરી છે. ભુજ બુલિયન મર્ચન્ટસ એસો.ના મંત્રી વિજયભાઇ બુદ્ધભટ્ટીની યાદીમાં જણાવ્યા મુજબ સંસ્થા સાથે જોડાયેલા દરેક સભ્યો શરાફ બજાર, હોસ્પિટલ રોડની દુકાનો સહિત કોલોનીમાં વેપાર કરતા તથા માધાપર, મિરજાપર, સુખપર, માનકૂવા, કુકમા, કેરા, બળદિયા તથા અન્ય ગામોના વેપારીઓ, કારીગરો, સોના-ચાંદી ગાળતી ભઠ્ઠીઓ તેમજ દરેક નાના-મોટા વર્કશોપવાળાઓને બંધ રાખીને કોરોના સામેની લડાઇમાં ભાગ લે તેવી જાહેર અપીલ કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer