પાલારાના રામેશ્વર તળાવમાંથી મગર માર્ગ પર આવી જતાં ભય

પાલારા (તા. ભુજ), તા. 7 : પાટનગરની ઉતરાદે પાલારા સીમમાં યાત્રાધામના રામેશ્વર, તળાવમાંથી રવિવારે અંધારા સમયે મગર મંદિર પરિસરના માર્ગ પર આવી જતાં ભાવિકોમાં ભય ફેલાયો હતો. યાત્રાધામ સમિતિના વસંત અજાણીએ જણાવ્યું હતું કે, જંગલી વિસ્તાર હોવાથી અગાઉ સાપ, નીલગાય, શિયાળ, વિંછી સહિતના જીવ-જંતુ કે પ્રાણીઓ વિચરણ કરતાં જોવા મળે છે.પરંતુ તળાવમાંથી મોટો મગર નીકળતાં આજુબાજુમાં રહેતા લોકો જળાશયમાં નહાવા-ધોવા ત્યાં પોતાના પાલતુ પશુઓને પાણી પીવડાવવા આવતાં હોવાથી ડર અનુભવી રહ્યા છે, વન તંત્રને જાણ કરાઇ છે. અંધારામાં મગર ખેડૂત કાનાભાઇ ખેતરની વાડમાંથી આગળ જતો રહ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer