પાંચ બોલે બદલી તેવતિયા અને કોર્ટેલની ઝિંદગી

નવી દિલ્હી, તા. 22 : આઈપીએલ વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગ છે. 2008માં શરૂ થયેલી લીગે અત્યાર સુધીમાં ઘણા ખેલાડીઓની કિસ્મત બદલી છે. આઈપીએલના પ્રદર્શનના દમ ઉપર ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં એન્ટ્રી સરળ બની છે. હાર્દિક પંડયા, કેએલ રાહુલ જેવા સ્ટાર ખેલાડીઓ આઈપીએલની જ દેન છે. આ યાદીમાં નવું નામ રાજસ્થાન રોયલ્સના રાહુલ તેવતિયાનું સામેલ થયું છે. આઈપીએલની ગત સિઝનમાં એક ઓવરમાં પાંચ છગ્ગાએ રાહુલ તેવતિયાના ક્રિકેટ કેરિયરની રાહ બદલી નાખી છે. પોતાના દમ ઉપર ટીમને જીત અપાવનારા તેવતિયા આ પ્રદર્શન બાદ આશાઓનો બોજ લઈને મેદાનમાં ઉતરે છે. ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને તે મેદાનમાં ઉતરશે તો 130 કરોડ લોકોને તેના ઉપર આશા રહેશે. બીજી તરફ જે બોલરના બોલ ઉપર પાંચ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા તેની પરિસ્થિતિ એકદમ વિપરીત છે. આ વાત શેલ્ડન કોર્ટેલની છે. શેલ્ડન કોર્ટેલ આઈપીએલમાં 8.5 કરોડમા વેંચાયો હતો. જે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીને અમુક લોકો જ જાણતા હતા તે મોટી રકમ મેળવીને હેડલાઈન બન્યો હતો. જો કે 2021માં કોર્ટેલનું નામ આઈપીએલના સ્કોરબોર્ડમાં કે કોઈપણ ફ્રેન્ચાઈઝીના ખેલાડીઓની યાદીમાં જોવા મળશે નહીં. આ વખત કોઈપણ ફ્રેન્ચાઈઝીએ તેને ભાવ આપ્યો નથી. તેનું કારણ પ્રદર્શન છે. આ માટે કોર્ટેલને પાંચ છગ્ગાની ઓવર ભારે પડી છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer