હોસ્પિટલની સેવાપ્રવૃત્તિથી પ્રેરાઇ દાનની સરવાણી વહી

હોસ્પિટલની સેવાપ્રવૃત્તિથી પ્રેરાઇ દાનની સરવાણી વહી
ભુજ, તા. 31 : સુરત એ દાનવીરોની ભૂમિ છે. દાનનો મહિમા સમજે એવા લોકો આ શહેરમાં વસે છે. એવો જ એક દાતા પરિવાર એટલે માતા હીરાબેન ધનજીભાઇ ન્યાલચંદ વોરા પરિવાર, આ પરિવારના મોભી ભરતભાઇ વોરાના પિતા સ્વ. ધનજીભાઇ ન્યાલચંદભાઈ વોરા અને માતા સ્વ. હીરાબેન ધનજીભાઇ વોરાના આત્મશ્રેયાર્થે એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ મશીન ખરીદવા માટે 7,50,000નું માતબર દાન અપાયું હતું, જેનું લોકાર્પણ તાજેતરમાં હોસ્પિટલ ખાતે દાતા પરિવારના હસ્તે કરાયું હતું. દીપ પ્રાગટય બાદ દાતા ભરતભાઇ વોરાના હસ્તે ડાયાલિસીસ મશીનનું લોકાર્પણ કરાયું હતું. ઉપસ્થિતોએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઇ હોસ્પિટલની કામગીરીને બિરદાવી હતી. લાયન્સ કલબ ઓફ ભુજના પ્રમુખ શૈલેન્દ્ર રાવલે સ્વાગત કર્યું હતું. હોસ્પિટલના ચેરમેન એમજેએફ ભરતભાઇ એ.ડી. મહેતાએ હોસ્પિટલની સેવા પ્રવૃત્તિથી વાકેફ કરી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. દાતા ભરતભાઇએ વક્તવ્યમાં જણાવ્યું કે, અહીંની સેવાપ્રવૃત્તિથી પ્રેરાઇને એક ડાયાલિસીસ મશીનનું દાન જાહેર કરવાની ભાવના થઇ, પણ રૂબરૂ સંસ્થાની મુલાકાતે કામગીરીથી પ્રભાવિત થઇ માતા હીરાબા ધનજીભાઇ ન્યાલચંદ વોરાના આત્મશ્રેયાર્થે 50 આંખના ઓપરેશન માટે રૂા. 2,00,000નું વધુ દાન જાહેર કર્યું હતું. સેવાપ્રવૃત્તિથી પ્રભાવિત થયેલા મહેમાનોએ પણ મોટા પ્રમાણમાં દાનની જાહેરાતો કરી હતી, જેમાં સુરતના અશોકભાઇ મણિયાર દ્વારા 7,50,000, સુરતના જ લહેરચંદભાઇ મહેતા દ્વારા પણ 7,50,000 એક-એક ડાયાલિસીસ મશીન માટે જાહેર કરાયા હતા. આ ઉપરાંત પિતા સ્વ. જયેન્દ્રભાઇ દામજી લોદરિયા અને માતા લક્ષ્મીબેન જયેન્દ્રભાઇ લોદરિયા (વીજપાસર, ભુજ) તરફથી સ્વ. કિરચંદભાઇ દેવચંદભાઈ દામજીભાઇ કુબડિયા (લાકડિયા, માટુંગા-મુંબઇ)ના આત્મશ્રેયાર્થે અશોકભાઇ લોદરિયા તરફથી બે લાખ 50 આંખનાં ઓપરેશન માટે તેમજ ગાંધીધામના સુરેશભાઇ વારૈયા તરફથી એક લાખ 25 આંખનાં ઓપરેશન માટે અર્પણ કરવા જાહેરાત કરાઇ હતી. કાર્યક્રમમાં દાતા પરિવારના સ્વજન જયસુખભાઇ પુજ, મૂલચંદભાઇ વોરા, અતિથિવિશેષોમાં કમલભાઇ મહેતા, લહેરચંદભાઇ મહેતા, અશોકભાઇ મણિયાર, અશોકભાઇ લોદરિયા, સતીશભાઇ વોરા, ભરતભાઇ પટવા હાજર રહ્યા હતા. સાત ચોવીસી સમાજના ધીરજભાઇ મહેતા, મહેશભાઇ ગડેચા, કૈલાશભાઇ, જીતુભાઇ કાંકરેચા, દીપેનભાઇ ભાનુશાલી, નરેન્દ્રભાઇ ચંદુરાઇ, લાયન્સ પરિવારમાંથી એમજેએફ અભય શાહ, રિજિયન ચેરપર્સન વ્યોમા મહેતા, વર્ધમાનભાઇ વોરા તથા અન્ય સભ્યો અને દર્દીઓના સગા હાજર રહ્યા હતા. દાતા પરિવારનું સન્માનપત્ર તથા મોમેન્ટોથી જ્યારે ઉપસ્થિત મહેમાનોનું મોમેન્ટોથી સન્માન કરાયું હતું. સંચાલન પ્રફુલ્લ શાહ, આભારવિધિ નવીનભાઇ મહેતા દ્વારા કરાઇ હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust