મસ્કામાં એક કરોડના ખર્ચે બનનારા અતિથિગૃહનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

મસ્કા (તા. માંડવી), તા. 31 : આ ગામે એક કરોડના ખર્ચે બનનાર અતિઆધુનિક અતિથિગૃહનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગામના મુખ્ય દાતા શંકરલાલ વાલજી અનિવાર્ય સંજોગોને કારણે મુંબઈથી આવી ન શકતાં તેમની ઈચ્છા અનુસાર કન્યા છાત્રાલયની દીકરીઓના હસ્તે વિધિ કરાઈ હતી.અન્નપૂર્ણા ભવન માટે ભચીબાઈ હરિરામ જોષી પરિવાર, ઓફિસ રૂમ માટે માલજી ભવાનજી પરિવાર, જ્યારે અલગ રૂમ માટે હીરાલાલ નાનજી મોતા, ભાઈલાલ શંકરજી મોતા, હરેશ મેઘજી જોષી, હસમુખ કુંવરજી મહેતા, વેલજી કરસનજી મહેતા, જેઠાલાલ ભીમજી મહેતા, વિશનજી વેલજી મોતા અને એક સદ્ગૃહસ્થ એમ આઠ રૂમના દાતાઓના હૂંફાળા સહયોગની જાહેરાત કરાઈ હતી.મહેમાનોને આવકારતા મસ્કા રાજગોર સમાજના પ્રમુખ નાનજીભાઈ દયારામે અન્ય રૂમોના તથા અન્ય સગવડોના દાતા પણ મળી રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પૂર્વ સરપંચ કીર્તિ ગોરે સમાજવાડીના બાકીના હિસ્સામાં ઈન્ટરલોક ટૂંક સમયમાં બેસાડી દેવામાં આવશે, એવી ખાતરી આપી હતી. ટ્રસ્ટીઓ પ્રો. એમ.ડી. મોતા અને જવાહર નાથાણીએ આયોજનને બિરદાવી આવનારા સમયમાં એક જ સ્થળે તમામ સગવડો મળશે એનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટી હીરાલાલ મોતા દ્વારા કન્યા છાત્રાલયની તમામ દીકરીઓને ધાબળાનું વિતરણ કરાયું હતું.સંચાલન ટ્રસ્ટી ચંદ્રકાંત કાનજીએ કર્યું હતું. આભારવિધિ ખજાનચી હરેશ જોષીએ કરી હતી. શાત્રોક્ત વિધિ મનસુખ મહારાજે કરી હતી. જયેશ મોતા, મયૂર મોતા, મંગલદાસ કરસનજી, મહેન્દ્ર મોતા, ભવાની જોષી, અનુપ મોતાએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com