કોટડા (ચ) વિસ્તારમાં માઘસ્નાન વ્રતમાં મહેશ્વરી ભાવિકો જોડાયા

કોટડા (ચ) વિસ્તારમાં માઘસ્નાન વ્રતમાં મહેશ્વરી ભાવિકો જોડાયા
કોટડા (ચ), તા. 31 : કોટડા, ચકાર, રેહા, થરાવડા, વરલી સહિતના ગામોમાં મહેશ્વરી સમાજ દ્વારા માઘસ્નાન વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. કોટડા (ચ) પંથકના ગામોમાં મહેશ્વરી સમાજના પવિત્ર માઘસ્નાન વ્રતમાં ભાવિકો જોડાઈ રહ્યા છે. કોટડા આથમણા મહેશ્વરી સમાજના મુખી દેવા મગા મહેશ્વરી તેમજ ધર્મગુરુ ગોવિંદભાઈ ખેરાજ મતિયા (તુંબડી)વાળાના માર્ગદર્શન હેઠળ ધાર્મિક આયોજન થઈ રહ્યું છે. તેમ સમાજના મોવડી મોહન મહેશ્વરીએ જણાવ્યું હતું. વહેલી સવારે કડકડતી ઠંડીમાં સ્નાનીઓ જે તે તળાવ, કુંડમાં નાહીને પણ વ્રત પૂરું કરે છે. જિલ્લા પંચાયત સભ્ય નારાણભાઈ મહેશ્વરી જે સ્થાનિક સમાજના પ્રમુખ છે તેમનો સહયોગ મળી રહ્યો છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust