મહેશપંથી ધર્મનો મહિમા પ્રસરાવતી રથયાત્રાનો ગાંધીધામથી કરાયો પ્રારંભ

મહેશપંથી ધર્મનો મહિમા પ્રસરાવતી રથયાત્રાનો ગાંધીધામથી કરાયો પ્રારંભ
ગાંધીધામ, તા. 31 : મહેશપંથી સમાજના ઈષ્ટદેવ કલ્કિપાત્ર ધણીમાતંગ દેવની 1270મી જન્મ જયંતી નિમિત્તે ધર્મની મહિમા પ્રસરાવવા અને માઘસ્નાન વ્રતધારીઓની મહિમા માટે રથયાત્રા કાઢવામાં આવી હતી, જેને ગાંધીધામમાં ધર્મના ધ્વજથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ. સમગ્ર કચ્છમાં યુનિટી ઓફ મહેશ્વરી સંગઠન તેમજ ગુડથર મોટા મતિયા દેવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ધર્મના મહિમાનો જયજયકાર કરવા તેમજ માઘસ્નાન વ્રતધારીઓના મહિમા માટે રથયાત્રા કાઢવામાં આવી હતી, જેનું ગાંધીધામ-ભચાઉ મતવિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા અખિલ ભારતીય માતંગ મંડળ સમાજના ધર્મગુરુ ધીરજદાદા અને વણજારા હરિદાદા, ચંદુદાદા, સમાજના આગેવાનો વગેરે દ્વારા ધર્મના ધ્વજથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ. આ વેળાએ સમાજના આગેવાન લક્ષ્મણભાઈ ભરાડિયા, કિશનભાઈ દનિચા, પેરાજભાઈ બળિયા, પ્રકાશભાઈ મારાજ, પૂનમભાઈ દનિચા, જીવરાજભાઈ ભાંભી, ડો. કિશન કટુવા, સુરેશભાઈ ગરવા, રાજેશભાઈ ભરાડિયા, પ્રેમભાઈ ફુફલ, મીઠુભાઈ ભરાડિયા, કિશોરભાઈ દાફડા, રમેશભાઈ ધુવા, પૂનમભાઈ ભરાડિયા, સવજીભાઈ કોચરા, વાલુબેન ધેડા, પ્રેમભાઈ બળિયા વગેરે હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રા કચ્છના વિવિધ ધાર્મિક સ્થળો લુણંગધામ, લુણી, ગુડથર, મતિયાધામ, વેલજી મતિયાધામ, બગથાડા મામૈઈદેવ ધામ વગેરે સ્થળોએથી પસાર થશે અને ધર્મનો મહિમા પ્રસરાવશે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust