ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ધોરડો આવે છે

ભુજ, તા. 31 : ધોરડોનાં સફદે રણને નિહાળવા તથા માણવા દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આગામી 20મી ફેબ્રુઆરીએ કચ્છ આવી રહ્યા હોવાની વિગતો મળી છે. ગયાં વર્ષે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા શ્રી ધનખડ કચ્છ આવી રહ્યા હોવાના હેવાલ મળ્યા છે. થોડા સમય પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદ ધોરડોની મુલાકાત લઇ ચૂકયા છે, હવે ઉપરાષ્ટ્રપતિ શ્રી ધનખડ 20મીએ આવે છે. મળેલી વિગતો પ્રમાણે તેઓ 20મીએ આવીને ધોરડોની તંબુ નગરીમાં રાત્રિ રોકાણ કરશે અને સફેદ રણની મજા માણશે. જો કે, હજુ તેમનો સત્તાવાર કાર્યક્રમ આવ્યો નથી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust