ટાંકા કે કટ વગર અદ્યતન ગ્લૂ ટેકનિકથી વેરિકોઝ વેઈન્સની સારવાર
માંડવી, તા. 31 : વેરિકોઝ વેઈન્સ જેમાં પગમાં ફૂલેલી નસો દેખાય, ખંજવાળ આવે, ચામડી કાળી પડવી અને ખરજવું પણ થતું હોય છે. કામના લીધે લાંબા સમય ઊભા રહેવાનું આવતું હોય તથા પ્રેગ્નેન્સી પછી અને વધારે પડતાં વજનના લીધે વધારે પડતો જોવા મળતો હોય છે. વેરિકોઝ વેઈન્સની કોઈ દવા નથી, તેની અંદર પગના વાલ્વમાં તકલીફના લીધે લોહીનાં પરિભ્રમણમાં તકલીફ થાય છે. તેની કાયમી સારવાર એ જ છે કે, વાલ્વનું જે લીકેજ આવ્યું હોય એને કાયમ માટે બંધ કરવું પડે. વેરિકોઝ વેઇન્સના સ્ટ્રાકિંગ પણ પહેરાય, પણ એ શરૂઆતના સમયમાં તમને થોડી રાહત આપે છે. એ એનું કાયમી નિવારણ નથી. વેરિકોઝ વેઈન્સમાં થતાં વાલ્વના લીકેજને બંધ કરવાની અદ્યતન આધુનિક ટેકનિક છે. જેમાં કોઈ પણ ટાંકા કે કટ આવતા નથી કે, એનેસ્થેશિયાની પણ જરૂર પડતી નથી. ગુજરાતના તથા વેસ્ટ ઈન્ડિયામાં સૌપ્રથમ સારવાર કરનારા ડો. મોહલ બેન્કર પાયોનિર છે. 1ર000થી પણ વધારે વેરિકોઝ વેઈન્સની સફળતાપૂર્વક સારવાર કરી છે. લેઝર કે રેડિયો ફ્રિકવન્સીથી વેરિકોઝ વેઈન્સની સારવાર બાદ જે ગરમીના લીધે અસહય પીડા કે ચામડી દાઝી જવાનો જે ડર રહેતો હોય એ આ અદ્યતન ટેકનિકમાં રહેતો નથી. ગ્લૂ ટેકનિકથી વેરિકોઝ વેઈન્સની સારવાર લેનાર દર્દીએ અભિપ્રાય આપતાં જણાવેલું કે, હું છેલ્લાં દસ વર્ષથી વેરિકોઝ વેઈન્સથી પીડાતી હતી. ઘણા ડોક્ટર્સને બતાવ્યું, દસ વર્ષથી સ્ટ્રોકિન્સ પણ પહેર્યા, પણ મને કોઈ ફાયદો થયો ન હતો. પછી મેં બેન્કર્સ વાસ્કયુલર હોસ્પિટલ વિશે જાણ્યું અને ડો. મોહલ બેન્કર પાસે અદ્યતન ગ્લૂ ટેકનિકથી વેરિકોઝ વેઈન્સની સારવાર કરાવી. સારવાર બાદ હું માતાના મઢ પણ ચાલીને ગઈ તો પણ મને કોઈ દુ:ખાવો કે તકલીફ પડી ન હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com