રવિવારે ગુર્જર મેઘવાળ સમાજનાં વિવિધલક્ષી સંકુલનું ખાતમુહૂર્ત

ભુજ, તા. 31 : અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ દ્વારા ભુજ ખાતે પાલારા જેલ પાસે ત્રિકમસાહેબ મંદિર પાસે વિવિધલક્ષી શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવનારું છે, જેનું ખાતમુહૂર્ત કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ?ચાવડાના હાથે તા. 5/2 રવિવારના બપોરે 12 વાગ્યે કરવામાં આવશે.ધારાસભ્યો કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, પ્રદ્યુમનસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઇ આહીર, તાલુકા પંચાયતના સભ્ય લખમણ?મેરિયા અતિથિવિશેષ તરીકે હાજર રહેશે.આ અવસરે નવનિર્વાચિત જિલ્લાના ધારાસભ્યોનું બહુમાન પણ કરવામાં આવશે એવું એક યાદીમાં જણાવાયું છે. સમાજ દ્વારા મિરજાપર ખાતે સેન્ટ્રલ સમાજવાડી તથા સંત ત્રિકમસાહેબ તથા સંત રોહિદાસજીના મંદિરની પાયાવિધિ પણ 5/2ના સવારે 10 વાગ્યે યોજાનારી છે. આ સમાજવાડી તથા મંદિરનું નિર્માણ સાંસદ વિનોદભાઇ ચાવડાના માર્ગદર્શનમાં કરવામાં આવશે.સમાજવાડી તથા સંકુલ માટે જમીન વિનોદભાઇના માતા-પિતા રસીલાબેન ચાવડા તથા લખમશીભાઇ ચાવડા દ્વારા દાનમાં આપવામાં આવી છે. ભૂમિપૂજન ભીમરત્ન કુમાર છાત્રાલય પાસે મિરજાપર ખાતે કરવામાં આવશે, જેમાં ઉપસ્થિત રહેવા સમાજ દ્વારા જાહેર ઇજન અપાયું છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust