પવનની ઝડપ વધતાં ઠંડીનો ચમકારો અનુભવાયો

ભુજ, તા. 31 : જિલ્લામાં સવારથી જ પવનની ઝડપમાં વધારો થતાં ઠંડીનો ચમકારો અનુભવાયો પણ ડંખીલા ઠારનો પ્રભાવ ઘણો જ ઓછો વર્તાયો હતો. જિલ્લામાં સરેરાશ 12થી 20 ડિગ્રીએ પવન તો ફૂંકાયો પણ લઘુતમ પારો થોડો ઊંચકાતાં બપોરના સમયે લોકોએ  હૂંફાળા માહોલની અનુભૂતિ સાથે વાતાવરણીય વિષમતા અનુભવી હતી. નલિયા 7 ડિગ્રીએ રાજ્યનું ઠંડું મથક બન્યું, તો ભુજમાં  11.2, કંડલા (એ.)માં 11.5 અને કંડલા પોર્ટમાં 13.9 ડિગ્રી તાપમાને સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. મહત્તમ પારો 27થી 29 ડિગ્રીની વચ્ચે અટક્યો હતો. પવન પ્રેરિત ટાઢકની અનુભૂતિને  બાદ કરતાં ઠંડીની ધાર થોડી નરમ પડેલી જણાઇ હતી. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં મોટા?ફેરફારની સંભાવના નકારી તે બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઊંચકાતા ઠંડીમાં રાહત મળશે તેવી સંભાવના દેખાડી છે. પવનનાં પગલે વહેલી સવાર પછી સાંજ ઢળતાં લોકોને ગરમ કપડાં પહેરવા પડે તેવો ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust