રાપર તાલુકાનો વિકાસ ધાર્યા કરતાં વધુ થશે

રાપર તાલુકાનો વિકાસ ધાર્યા કરતાં વધુ થશે
રાપર તા. 30 : નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન આગામી સમયમાં રાપરનો વિકાસ ધાર્યા કરતાં પણ વધુ સારો થશે, તેવી લાગણી વ્યક્ત કરવાકમાં આવી હતી. નગરપાલિકા દ્વારા આજે 13 કરોડનાં કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયા હતા. રત્નેશ્વરદાદાના મંદિર પરિસરમાં યોજાયેલા સમારોહમાં રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારોહમાં  યુ.ડી.પી. 88 અને વિવેકાધીન ગ્રાન્ટ અને 15મા નાણાપંચમાં થયેલા વિવિધ 21 માળખાકીય કાર્યક્રમોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 357 લાખના ખર્ચે આંઢવારા તળાવના સુધારણાનું કામ, નલ સે જલ યોજનાના રૂા. 460 લાખના કામ અને યુ.ડી.પી. 878 અને 15મા નાણાપંચની ગ્રાન્ટના 310 લાખના ખર્ચે થનારાં 28 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વેળાએ ધારાસભ્ય શ્રી જાડેજાએ રાપર શહેર અને તાલુકાના બાકી કામોનું નજીકના ભવિષ્યમાં પૂર્ણ કરવા ખાતરી આપી હતી. આરંભમાં સુધરાઈ અધ્યક્ષાના પ્રતિનિધિ વાલજી-ભાઈ વાવિયાએ સ્વાગત પ્રવચન કરતા સૌને આવકારી નગરપાલિકા દ્વારા થયેલા કાર્યોની માહિતી આપી હતી. આંઢવારા તળાવના સુધારણાનું કામ રાપરનું શ્રેષ્ઠ કામ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, નગાસર તળાવના સુધારણાં કામના અનુભવને આ કામમાં લગાડયો છે. તેમણે નલ સે જલની યોજનાના ભાગ બેમાં  ફતેહગઢ ડેમથી રાપરને પાણી મળે તે માટે 23 કરોડના ખર્ચે દરખાસ્ત કરવામાં આવી હોવાની માહિતી આપી હતી, જેથી કેનાલ બંધ હોય ત્યારે શહેરને પીવાનું પાણી આપી શકાય તે માટે આ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું. રાપર સુધરાઈના પૂર્વ ઉપપ્રમુખ બળવંત વી. ઠક્કરે આગામી સમયમાં રાપરનો વિકાસ ધાર્યા કરતાં પણ વધુ થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ખેતીક્ષેત્રે અગ્રેસર રાપર તાલુકામાં રસ્તાના મજબૂતીકરણનાં કામો મંજૂર કરાવવાની રજૂઆત કરી હતી. શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોનીએ નગરપાલિકા જે કામોનું ખાતમુહૂર્ત કરે છે, તેનું લોકાર્પણ પણ કરે છે, રાપર સુધરાઈ દ્વારા 700 જેટલા મકાનો બનાવાયા હોવાની માહિતી તેમણે આપી હતી. આ વેળાએ રાજપૂત ક્ષત્રીય સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાનું અને સુધરાઈ પ્રમુખ અમરતબેન વી. વાવિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આહીર સમાજ દ્વારા પણ ધારાસભ્યને સન્માનીત કરાયા હતા. આ વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, ઉપપ્રમુખ કાનજીભાઈ ગાઁિહલ, સુધરાઈના કારોબારી ચેરમેન કાનીબેન રામજીભાઈ પીરાણા, બાંધકામ સમિતિના ચેરમેન મુળજીભાઈ પરમાર, ઉપપ્રમુખ મહેશ્વરીબા સોઢાના પ્રતિનિધિ ભીખુભા સોઢા, શાસક પક્ષના નેતા હેતલબેન માલીના પ્રતિનિધિ નિલેશ માલી, એકલધાના મહંત યોગી દેવનાથબાપુ, ગંગાગિરિજી-બાપુ, ભૈરવ-ગિરિબાપુ, હઠુભા સોઢા, રાજ બારી, કેશુભા વાઘેલા, ડોલરરાય ગોર.

© 2023 Saurashtra Trust