રોમાંચ-ઉત્સાહ સાથે આગળ ધપતી સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ

રોમાંચ-ઉત્સાહ સાથે આગળ ધપતી સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ
ભુજ, તા. 30 : કચ્છના ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ 45 દિવસ ચાલનારી સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ ભારે રંગ જમાવી રહી છે. કચ્છ અને મોરબીની 1પ0 ટીમ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી હોવાથી ક્રિકેટરસીકોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. આ સ્પર્ધાના નવમા દિવસે રમાયેલી ત્રણ મેચમાં મખદુમી ઈલેવન ભુજપુર, માંડવી ઈલેવન અને જયમાતાજી ઈલેવન કેરાની ટીમે વિજય મેળવ્યો હતો. કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ સાંસદ વિનોદ ચાવડા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સૌજન્યથી યોજાઈ રહી છે. નવમા દિવસે રમાયેલી ત્રણેય મેચોના પ્રારંભ સમયે ભુજ એરફોર્સના અધિકારી રિશી ભનોટ, પીજીવીસીએલ ભુજના એડિશનલ ચીફ એ. એસ. ગરવા અને લીડબેન્ક મેનેજર મહેશકુમાર દાસે હાજરી આપી ત્રણેય ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કચ્છભરના ક્રિકેટરસીકોમાં ભારે રોમાંચ જગાવનારી આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું જીવંત પ્રસારણ યુ-ટયૂબ પર એટીવી ક્રિકેટ લાઈવ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

© 2023 Saurashtra Trust