યુવાનો વ્યસનથી દૂર રહી ધર્મભાવનાને વધુ સક્ષમ બનાવે

ભુજ, તા. 30 : સતપંથ સનાતન ધર્મના `િનશાન છડી અને પાદુકા' ભાવિકોનાં ઘરે ઘરે પધરામણા ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત ગામે ગામ ભાવિકોના ઘરે ઘરે પધરામણા કરાયા હતા. કચ્છના સતપંથ સનાતન સમાજના ભાવિકોએ ઉમળકાભેર નિષ્કલંકી નારાયણના નિશાન, પાદુકા અને છડીનું ફુલહાર, તિલક, ચોખા પૂજન-અર્ચન કરી ભાવભેર સ્વાગત કરાયું હતું. ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત પ્રથમ ચરણના મધ્ય ઝોનના છ હજારથી વધુ ઘરોમાં પધરામણા કરાયાનું પ્રેરણાપીઠ પીરાણાના પીઠાધિશ્વર સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરસાદજી મહારાજે જણાવ્યું હતું. જગદ્ગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરસાદજી મહારાજે ધંધા, રોજગારની જંજાળમાં આપણે કયારેક ધર્મથી દૂર થતા જતા હોઇએ છીએ ત્યારે ભગવાન જ ભગતોનાં ઘેર આવ્યા છે તેમ જણાવી સતપંથ ધર્મની શિક્ષાની શિક્ષાપત્રીનું અવશ્ય વાંચન કરી તેનો અમલ કરવો, નિત્ય મંદિરે દર્શન, ધ્યાન, યોગ કરવા, માતા-પિતાએ ધર્મના સંસ્કારો બાળપણથી જ આપવા, કુટુંબ પરિવારમાં એકતા-સંપ-સહકારની ભાવના રાખવા અને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાના સંદેશ સાથે છડી, પાદુકા, નિશાનના ઘરે ઘરે પધરામણી કરાવાઇ હતી. આ પ્રસંગે પંકજદાસજી મહારાજે યુવાનોએ ધર્મમાં જોડાવા અને વ્યસન મુકત થવા હાકલ કરી હતી. શાંતિદાસજી મહારાજે પણ અંધશ્રદ્ધાથી મુકત રહી સદ્ગુરુ મહારાજે આપેલા સંદેશ અને ઉપદેશોનું પાલન કરવા જણાવ્યું હતું. ધર્મ જાગૃતિ અભિયાનમાં સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ પ્રેરણાપીઠ પીરાણાના પ્રમુખ અબજીભાઇ ધોળુ, ટ્રસ્ટીઓ દેવજીભાઇ ભાવાણી, હરિભાઇ લીંબાણી, પ્રવીણભાઇ જાદવાણી, જયસુખભાઇ ગોરાણી, કચ્છ સતપંથ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડાહ્યાભાઇ ઉકાણી, મંત્રી જેઠાભાઇ કાનજી સંઘાણી, ઇશ્વરભાઇ ગોરાણી, દાનાભાઇ ગોરાણી, યુવા સંઘના જેન્તીભાઇ ભીમાણી, લયેશભાઇ ભગત સહિત મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા. કચ્છમાં પ્રથમ ચરણમાં માનકૂવા, દેશલપર, આણંદસર, કલ્યાણપર, જીયાપર, મંગવાણા, કુરબઇ, કોઠારા, કનકપર, માધાપર, ભુજ ખાતે ઘરે ઘરે પધરામણા કરવામાં આવ્યા હતા. માનૂકવા ખાતે સંત સંમેલન તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે સામૈયા તથા સતસંગ સભામાં ભુજ સતપંથ સમાજના પ્રમુખ અંબાલાલભાઇ ધોળુ, દાનાભાઇ ગોરાણી, ઇશ્વરભાઇ ગોરાણી, મૂળજીભાઇ ગોરાણી, લખુભાઇ જબુઆણી, લધારામભાઇ શિવદાસ વાસાણી, ધનસુખભાઇ નાકરાણી, રતિભાઇ ગોરાણી, મુખી હીરભાઇ જબુઆણી, કલ્યાણજીભાઇ વાસાણી, ભુજ સતપંથ સનાતન યુવક મંડળના પ્રમુખ ઉમેશભાઇ વાસાણી, મંત્રી અશોક ભાવાણી, અમિત ધોળુ, કીર્તિ ગોરાણી, રાજેશ જબુવાણી, અશોક પોકાર, શાન્તીભાઇ ચૌહાણ, ડો. જીતેશ વાસાણી, ભરત જબુઆણી, કિશોર જબુઆણી, મહિલા મંડળના પ્રમુખ રાધાબેન વાસાણી, અમૃતબેન પ્રવીણભાઇ ભગત સહિત ઉપસ્થિત રહી ધર્મજાગૃતિ અભિયાનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સંચાલન શાંતિભાઇ રામજીયાણી, રતિભાઇ ગોરાણી, ભાવેશ વાસાણી, ઉમેશભાઇ વાસાણીએ કર્યું હતું. આભારદર્શન અંબાલાલભાઇ ધોળુએ કર્યું હતું.