મુરલી વિજયે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધો

નવી દિલ્હી તા.30: લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહેલા ઓપનર મુરલી વિજયે આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ટીમ ઇન્ડિયા તરફથી આખરી મેચ ડિસેમ્બર 2018માં રમ્યો હતો. હાલમાં જ તેણે બીસીસીઆઇ પર હલ્લાબોલ કરીને કહ્યંy હતું કે ભારતમાં 30 વર્ષથી ઉપરના ખેલાડીઓને 80 વર્ષના બુઢ્ઢા માનવામાં આવે છે. હું હવે બીસીસીઆઇથી કંટાળી ગયો છું અને વિદેશમાં થોડું ક્રિકેટ રમવા માંગુ છું. મુરલી વિજયે છેલ્લે તેની ઘરેલુ ટીમ તામિલનાડુ તરફથી 2019માં રણજી ટ્રોફી રમી હતી. જયારે ભારત તરફથી 2018માં પર્થમાં ટેસ્ટ મેચ રમ્યો હતો.તેની કેરિયર 2008માં શરૂ થઇ હતી. તેના નામે 61 ટેસ્ટ, 17 વન ડે અને 9 ટી-20 ઇન્ટરનેશનલ મેચ છે. તે આઇપીએલમાં વર્ષ 2020 પછીથી નથી રમ્યો. ટેસ્ટ ક્રિકેટમાં 10પ ઇનિંગમાં 38.28ની સરેરાશથી 3982 રન બનાવ્યા છે. શ્રેષ્ઠ સ્કોર 167 છે. 12 સદી અને 1પ અર્ધસદી છે. વર્ષ 2013થી 2018 સુધી તે ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો બેટધર હતો.