ત્રિકોણીય ટી-20 શ્રેણીમાં ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં

ઇસ્ટ લંડન, તા. 30 : ત્રિકોણીય મહિલા ટી-20 શ્રેણીની આજની મેચમાં ભારતીય ટીમનો વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ 8 વિકેટે શાનદાર વિજય થયો છે. આ જીતથી ચાર મેચમાં 7 પોઇન્ટ સાથે ભારતીય ટીમ ફાઇનલ માટે નિશ્ચિત બની ચૂકી છે. આજની મેચમાં ભારતીય મહિલા ટીમે પહેલાં બોલથી અને બાદમાં બેટથી શાનદાર દેખાવ કર્યો હતો. ભારતે 9પ રનનો વિજય લક્ષ્યાંક બે વિકેટ ગુમાવીને 13.પ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી ઓપનર જેમિમા રોડ્રિગ્સ 39 દડામાં પ ચોકકાથી 42 રને અણનમ રહી હતી. તેના અને કપ્તાન હરમનપ્રિત કૌર વચ્ચે ત્રીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં પ4 રનનો ઉમેરો થયો હતો. હરમનપ્રિતે 23 દડામાં 4 ચોકકાથી અણનમ 32 રન કર્યાં હતા. સ્ટાર સ્મૃતિ પ અને હરલીન 13 રને આઉટ થઇ હતી. આ પહેલાં વિન્ડિઝની મહિલા ટીમે સુકાની હેલી મેથ્યૂજના 34 અને જાયડા જેમ્સના 21 રનથી 20 ઓવરમાં 6 વિકેટે 94 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો. દીપ્તિ શર્માએ 3 અને પુજા વત્રાકરે 2 વિકેટ લીધી હતી.