ચહલ ટી-20માં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર

ચહલ ટી-20માં સૌથી વધુ   વિકેટ લેનારો ભારતીય બોલર
લખનઉ, તા. 30 : ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ રવિવારે રમાયેલા બીજા ટી-20 મેચ દરમિયાન સ્પિનર યજુર્વેન્દ્ર ચહલે એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. ચહલે તેના 7પમા મેચમાં 91મી વિકેટ લીધી છે અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમારથી આગળ થયો છે. તેના નામે 87 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં કુલ 90 વિકેટ છે. ચહલને બીજા ટી-20 મેચમાં ઝડપી બોલર ઉમરાન મલિકના સ્થાને ભારતીય ઇલેવનમાં તક મળી હતી.

© 2023 Saurashtra Trust