લખનઉની પીચ ટી-20ને લાયક નહીં : હાર્દિક

લખનઉ, તા. 30 : બીજી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 100 રનનો વિજય લક્ષ્યાંક હાંસલ કરવામાં પણ ટીમ ઇન્ડિયા હાંફી ગઈ હતી. માંડ માંડ 19.પ ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય પાર પાડીને જીત મેળવી હતી. મેચ બાદ ભારતીય કપ્તાન હાર્દિક પંડયાએ ગુસ્સામાં કહ્યંy કે, આ પીચ ટી-20 ફોર્મેટને લાયક નથી. મેચ પછીના ઇનામ વિતરણ સમારંભમાં હાર્દિકે જણાવ્યું કે, ઇમાનદારથી કહું તો આ પીચ હેરાન કરનારી હતી. અત્યાર સુધી અમે શ્રેણીમાં બે મેચ રમ્યા છીએ. મને મુશ્કેલ પીચોથી કોઈ તકલીફ નથી. હું આ માટે તૈયાર રહું છું, પણ બન્ને પીચ ટી-20ને લાયક ન હતી. ક્યુરેટરે એ વાત સમજવી જોઈએ કે, અહીં તો 120 રન જીત માટે ઘણા હતા. ઝાકળની આમાં વધુ ભૂમિકા ન હતી, કારણ કે તેઓ (ન્યૂઝીલેન્ડ) દડાને સ્પિન કરાવવામાં અમારાથી વધુ હોંશિયાર છે. હેરાન કરનારી પીચ હતી.

© 2023 Saurashtra Trust