ભુજના નેત્રયજ્ઞમાં 147 દર્દીની તપાસ : 47 ઓપરેશન લાયક

ભુજના નેત્રયજ્ઞમાં 147 દર્દીની  તપાસ : 47 ઓપરેશન લાયક
ભુજ, તા. 27 : રણછોડરાય સત્સંગ મંડળ દ્વારા દર મહિનાની 21મી તારીખે યોજાતા મફત નેત્રયજ્ઞમાં સ્વર્ગીય પ્રમુખ શિવદાસ ગોવિંદ પટેલના સ્મરણાર્થે સ્વ. શિવદાસ  પટેલના પરિવાર તરફથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સામાજિક સંસ્થા જેવી કે રણછોડરાય સત્સંગ મંડળ ભુજ પાંજરાપોળ અખીલ કચ્છ ગૌશાળા પાંજરાપોળ ફેડરેશન શૈક્ષણિક ક્ષેત્રે કચ્છની પાયાની સંસ્થા સારસ્વતમ ધાર્મિક ક્ષેત્રમાં લક્ષ્મીનારાયણ સંસ્થા વાંઢાય રાજકીય ક્ષેત્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સહકારી બેંકો જેવી અનેકવિધ સંસ્થામાં ઉચ્ચ હોદા પર રહી શ્રી પટેલે કામગીરી કરી હતી. નેત્રયજ્ઞમાં પરિવારના નાનજીભાઈ શાંતિલાલભાઈ, અમૃતભાઈ, નરેન્દ્રભાઈ, ભવ્ય પટેલ, મનજી પટેલ, શિવલાલ લખમશી પટેલ, હર્ષદભાઈ વાસાણી, કસ્તૂરબેન નાનજી, સરોજબેન શાંતિલાલ, શારદાબેન અમૃતલાલ, અરુણા નરેન્દ્રભાઈ, ક્રિષ્ના ભવ્ય પટેલ વગેરેએ શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે રણછોડરાય સત્સંગ મંડળના ઉપપ્રમુખ રમણવાળાબેન મોરબિયા માનદમંત્રી શૈલેષ ગોર ટ્રસ્ટીઓ નરેન્દ્ર પટેલ, ડો. હિમાંશુ મોરબિયા, સુશીલાબેન ગોર, અનીલ ગોસ્વામી, કિશોર મહેતાએ સંસ્થા વતી શ્રદ્ધાંજલિ આપી હતી. આ નેત્રયજ્ઞમાં રાજકોટથી આવેલા ડો. અલકેશે 154 દર્દીને તપાસ્યા હતા, જેમાંથી 47 દર્દીના રાજકોટમાં મફત ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. નરશીભાઈ ઘોઘારી, મિતેશ સોલંકી, પપ્પુભાઈ દીપાબેન વગેરેએ સહયોગ આપ્યો હતો.

© 2023 Saurashtra Trust