કુંદરોડીવાસીઓએ હમદર્દ ગુમાવ્યા
દામજીભાઇ એન્કરવાલાનાં વતન કુંદરોડી (મુંદરા) ગામમાં સ્થાનિક જૈન મહાજન તરફથી પ્રાર્થનાસભા આજે બપોરે યોજાઇ હતી. દામજીભાઇના પરિવાર વતી કુંવરજીભાઇ અને કાંતિભાઇ મામણિયા, નીતિન છેડા અને દિનેશ વોરા, મહાજનના ટ્રસ્ટીઓ જશવંત છેડા, ચેતન વિસરિયા, ચંપક ગંગર અને મહેન્દ્ર ગાલા, યશવંતભાઇ છેડા હાજર રહ્યા હતા. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ દામજીભાઇ સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા. પ્રાર્થનાસભામાં સ્થાનિક ગ્રામવાસીઓ ઉપરાંત છસરા, મોખા, વડાલા, બગડા, બેરાજા, માંડવી, મુંદરા વગેરેના જૈન સંઘના આગેવાનો, પ્રવીણ ગાલા, ધીરજ ગાલા અને લાલચંદ ગોગરીએ હાજરી આપી હતી. ગુણાનુવાદ સભામાં ગાંગજીભાઇ મામણિયા, પ્રવીણભાઇ તલકશીભાઇ તથા કુસુમબેને સ્તવન ગાયા હતા.