નખત્રાણામાં પાર્ક કરેલી ત્રણ ટ્રકમાંથી 27 હજારની ડીઝલચોરી

ભુજ, તા. 30 : નખત્રાણામાં ચોરીનો ઉપદ્રવ વધતાં લોકોમાં ચિંતા પ્રસરી છે. આ વચ્ચે એસએસસીટી માર્કેટમાં પાર્ક કરેલી ત્રણ ટ્રકની ટાંકીના લોક તોડી કુલે 300 લિટર કિં. રૂા. 27 હજારના ડીઝલની ચોરી થયાની ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે એસએસસીટી માર્કટમાં ગેરેજ ચલાવતા ફિરોઝ અભુભખર કુંભારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની તેમજ તેના મોટાભાઇ તથા કાકાની ત્રણે?ટ્રક ગેરેજ બહાર તા. 28-1ના સાંજે પાર્ક કરી હતી અને બીજા દિવસે ત્રણ ટ્રકની ટાંકીના લોક તૂટેલા હતા. આમ, ત્રણે ટ્રકમાંથી કુલ 300 લિટર ડીઝલ કિંમત રૂા. 27000ની કોઇ અજાણ્યો ચોર ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. આ વિસ્તારમાં અવારનવાર ચોરી થતી હોવાથી પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા માંગ કરાઇ છે.

© 2023 Saurashtra Trust