માધાપરની કાર ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલ્યો

માધાપરની કાર ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલ્યો
ભુજ, તા. 30 : પંદરેક દિવસ પહેલાં માધાપરના બાપાદયાળુ નગર - સનરાઈઝ સિટીમાંથી ફરિયાદી કૃણાલભાઈ પ્રશાન્વીની સેવરોલેટ બીટ કાર નં. જી.જે. 12-સીડી- 8211 કિં. રૂા. 94,500ની ચોરી થઈ હતી. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ ચોરાઉ કાર અંગે બાતમી મળતાં નળવાળા સર્કલ તરફથી માધાપર આવતી આ કાર સાથે આરોપી ઈકબાલ અનવર માંજોઠી (રહે. કેમ્પ એરિયા-ભુજ)ને ગાડી રોકાવી ગાડીના આધાર-પુરાવા માગતાં આપી શક્યો નહોતો અને તેણે પંદરેક દિવસ પહેલાં માધાપરના બાપાદયાળુ નગરમાંથી આ કારની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

© 2023 Saurashtra Trust