ટી-20 ક્રમાંકમાં ટીમ ઇન્ડિયા ટોચના સ્થાને વધુ મજબૂત

દુબઇ, તા.26: ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની ત્રણ મેચની શ્રેણીમાં 2-1ની જીતથી ભારતીય ટીમે આઇસીસી ટી-20 ક્રમાંકમાં તેના ટોચના સ્થાનને વધુ મજબૂત કર્યોં છે. ટીમ ઇન્ડિયા હવે બીજા સ્થાન પરની ટીમ ઇંગ્લેન્ડથી 7 રેટિંગ પોઇન્ટ આગળ થઇ છે. શ્રેણી વિજયથી ભારતને એક અંકનો ફાયદો થયો છે. તેના હવે 268 પોઇન્ટ છે. જયારે બીજા નંબરની ટીમ ઇંગ્લેન્ડના 261 પોઇન્ટ છે. ભારતીય ટીમ હવે 28 સપ્ટેમ્બરથી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે. આ દરમિયાન ટોચનું સ્થાન વધુ મજબૂત કરવાની તક મળશે. દ. આફ્રિકાની ટીમ 2પ8 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠા સ્થાને ખસી ગઇ છે. તેના હવે 2પ0 પોઇન્ટ છે.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust