કોહલીની `િવરાટ'' સિધ્ધિ મર્યાદિત ઓવરમાં 16 હજાર રન પૂરા

નવી દિલ્હી, તા.26: વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચમાં તેની 63 રનની ઇનિંગ દરમિયાન એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. વ્હાઇટ બોલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 16,000 રન કરનારો તે સચિન તેંડુલકર બાદનો વિશ્વનો બીજો બેટધર બન્યો છે. વિરાટના હવે વન ડે અને ટી-20 ઇન્ટરનેશનલના મળીને કુલ 16,004 રન થયા છે. તેણે આ રન 369 લિમિટેડ ઓવર્સના મેચોની 3પ2 ઇનિંગમાં પપ.9પ રનની એવરેજથી કર્યા છે. જેમાં 44 સદી અને 97 અર્ધસદી સામેલ છે. વિરાટ કોહલીનાં નામે 262 વન ડે મેચમાં પ7.68ની સરેરાશથી 12,344 રન છે. જેમાં 43 સદી અને 64 અર્ધસદી છે જ્યારે 107 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં તેણે પ0.83ની સરેરાશથી કુલ 3660 રન કર્યા છે. જેમાં એક સદી અને 33 અર્ધસદી છે. સચિન તેંડુલકરના ખાતામાં 463 વન ડે મેચમાં 44.83ની સરેરાશથી કુલ 18,426 રન છે. જેમાં 49 સદી અને 96 અર્ધસદી છે. સચિન તેની કેરિયરમાં ફક્ત એક જ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યો છે. જેમાં તેણે 10 રન કર્યા હતા. એટલે લિમિટેડ ઓવર્સ ક્રિકેટના તેના કુલ 18,436 રન છે.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust