કચ્છી લેવા પટેલ સમાજની સેવા વધાવાઇ

કચ્છી લેવા પટેલ સમાજની સેવા વધાવાઇ
કેરા (તા. ભુજ), તા. 26 : સંપન્ન થયેલા મણિનગર સ્વામિનારાયણ ગાદીના સુવર્ણ મહોત્સવે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છી લેવા પટેલ સમાજની સેવા પ્રવૃત્તિઓ-કાર્યકરોની નિષ્ઠાને સંસ્થાનના આચાર્ય મહારાજ જિતેન્દ્રિયપ્રિયદાસજીએ ભરચક સત્સંગ સભામાં વધાવી ભક્તોને સામાજિક કાર્યોમાં સહયોગી બનવા અનુરોધ-આદેશ કર્યો હતો. ગાદી સંસ્થાન તરફથી વધુ 4.5 કરોડનું દાન ચેક સ્વરૂપે આ મહોત્સવમાં અપાયું હતું. કચ્છી લેવા પટેલ સમાજે દાતા સંસ્થાનો, સંતો-મહંતો-આચાર્યશ્રીનો આભાર માન્યો હતો.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust