માંડવીમાં તિરંગા નૌકાયાત્રાએ સર્જ્યો રાષ્ટ્રભક્તિનો માહોલ

માંડવીમાં તિરંગા નૌકાયાત્રાએ સર્જ્યો રાષ્ટ્રભક્તિનો માહોલ
માંડવી, તા. 14 : આયોજન ઉજવણીમાં અનોખી ભાત પાડવાની તાસીરવાળા બંદરીય શહેરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિને તવારીખમાં પહેલીવાર તિરંગા નૌકાયાત્રા યોજાઇ?હતી. સલાયા વાઘેર જમાત, ખારવા સમાજ દ્વારા આયોજિત રેલીમાં 41 હોડીએ રૂકમાવતી પુલથી બંદર પરિસર સુધી લહેરાતા રાષ્ટ્રધ્વજ સાથે સફર ખેડી હતી. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પોર્ટ પરિસર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું. સાઇકલ, બાઇક, કાર કે પૈદલ રેલીઓના આયોજનમાં અનોખી તસવીર ઉપસાવતી `તિરંગા નૌકાયાત્રા'માં સહભાગીઓ કોઇપણ પ્રલોભન કે સહાય વિના ઉત્સાહભેર જોડાયા હતા. ભરતીના પાણીના સમયને અનુલક્ષી બપોરે હોડી રેલીનું આયોજન સંપન્ન થયું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust