તપ થકી જ પરમાત્માનો અનુભવ થાય

તપ થકી જ પરમાત્માનો અનુભવ થાય
ભુજ, તા. 14 : ભોગવિલાસના કળિયુગમાં પણ તપ થકી પરમાત્માનો અનુભવ થાય. શ્રાવણ માસ એ ધર્મ-આરાધના માટે ઉત્તમ માસ છે. મહામૃત્યુંજય તપથી નાસ્તિક આસ્તિક બની ધાર્મિક બને છે તેવું આચાર્ય યશોવિજયજી મ.સા.એ જણાવ્યું હતું. ભુજ તપગચ્છ જૈન સંઘ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન આચાર્ય યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં  માસક્ષમણની ઉગ્ર આરાધના ચાલુ છે અને 213 જેટલા તપસ્વીઓના 24મો ઉપવાસ છે. સામૂહિક તપશ્ચર્યાના ક્ષેત્રે આ વર્ષે 792થી વધુ આરાધકો જોડાયા છે જે  કચ્છ માટે ઐતિહાસિક ઘટના છે. આ અંતર્ગત પાંચ દિવસ ઉજવાનારા વિજયોત્સવની માહિતી આપવા આજે ભુજના જૈન વંડા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં ઉપર્યુકત 10થી માંડી 79 વર્ષના તપસ્વીઓ જોડાયા છે. તેમને બિરદાવી જણાવ્યું કે, કચ્છનું વાતાવરણ તપસ્યા માટે અનુકૂળ નથી, પરંતુ આ વખતે તો કુદરત પણ રાજી છે. અંશી અને ઇશા નામની બાળકીઓના 27 ઉપવાસ અને 78 વર્ષના જયાબેને પ્રથમ 16 અને ત્યારબાદ ત્વરીત જ 14 ઉપવાસના પચખાણ લીધાની વાત વર્ણવી ત્રણ અજૈન પણ માસક્ષમણમાં જોડાયા છે, જેને ભુજનું સૌભાગ્ય લેખાવ્યું હતું. સમગ્ર દેશમાં ખાણી-પીણીની સ્પર્ધાઓ તો યોજાતી હોય છે પણ?આત્માને શુદ્ધ કરતી ખાણી-પીણીના ત્યાગની સ્પર્ધા છે. આચાર્યે તપથી આરાધકોને થતા ફાયદા પણ આ તકે વર્ણવ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust