ઇજાને લીધે પીવી સિંધુ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી આઉટ

નવી દિલ્હી, તા. 14 : બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ડાબા પગની ઇજાને લીધે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપની બહાર થઈ ગઈ છે. ખુદ સિંધુએ નામ વાપસીની ઘોષણા કરી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુ ભારતની સૌથી સફળ ખેલાડી છે. તેણે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં એક સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય મેડલ જીત્યા છે. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ટોક્યોમાં તા. 21 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન થયું છે. સિંધુના ડાબા પગમાં હેર ફ્રેક્ચર છે. આ ઇજા સાથે તે કોમનવેલ્થ ગેમ્સની સેમિ અને ફાઇનલમાં રમીને વિજેતા બની હતી. સિંધુએ કહ્યંy છે કે હું બે-ત્રણ સપ્તાહ બાદ ફરી પ્રેક્ટિસ કરીશ.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust