સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા દોડ-ચાલવાનો કાર્યક્રમ યોજાયો

સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા દોડ-ચાલવાનો કાર્યક્રમ યોજાયો
ભુજ, તા. 1 : આજે ડોક્ટર્સ -ડે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ-ડેની ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન -ભુજ, ધ ભુજ બી.એ.એમ.એસ. ડોક્ટર્સ એસોસિયેશન તથા ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા-  ભુજ શાખાના સંયુક્ત ઉપક્રમે સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે એ હેતુથી 30 મિનિટ દોડવા/ચાલવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિશેષ દિવસોની ઉજવણી તો હતો જ, પરંતુ સાથે લોકો સવારે વહેલા ઊઠીને શુદ્ધ વાતાવરણમાં ચાલવાનું અથવા દોડવાનું શરૂ કરે એવી પહેલ કરવાનો પણ હતો. આ કાર્યક્રમમાં લગભગ 200 જેટલા લોકોએ સાથે મળીને ભુજના રાજેન્દ્રબાગથી ખેંગાર બાગ અને ફરી એ જ માર્ગે એક કિલોમીટરના અંતરમાં 30 મિનિટ સુધી ચાલ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાઓની સાથે હોમિયોપેથી મેડિકલ એસો. ઇન્ડિયાની પૂર્વ કચ્છ શાખાના તબીબો, ભુજ રનર્સ, લેકવ્યૂ ફિટનેસ જિમ, આરોગ્ય ભારતી, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન, રોયલ મોર્નિંગ બાઈસિકલ ક્લબ, સર્વમંગલ યોગ, શક્તિ ડિફેન્સ અને પોલીસ એકેડેમીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ડિયન મેડિકલ એસો.ના ડો. હેમાલી ચંદે, ડો મુકેશ ચંદે, ડો. રૂપાલી મોરબિયા, ધ ભુજ બી.એ.એમ.એસ. ડોક્ટર્સ એસો.ના ડો. રામ ગઢવી, ડો. મેહુલાસિંહ ઝાલા, ડો વર્ષાબેન મજેઠિયા, ડો. જિગ્નેશ ઠક્કર તથા ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના સી.એ. ઝહીર મેમણે વિશેષ સહયોગ આપ્યો હતો. સંચાલન સી.એ. જગદીશ પટેલ તથા ડો. આલાપ અંતાણીએ કર્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust