સામખિયાળી ધોરીમાર્ગે વગર વરસાદે જળભરાવે સર્જી હાલાકી

સામખિયાળી ધોરીમાર્ગે વગર વરસાદે જળભરાવે સર્જી હાલાકી
ભચાઉ, તા. 1 : તાલુકામાં સામખિયાળી ગામ નજીક ધોરીમાર્ગેથી  થઇ ગામ તરફ વગર વરસાદે બેથી ચાર ફૂટ પાણી ભરાઇ જવાથી  વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. એકસામટો ભારે વરસાદ પડી જશે તો આ પરિસ્થિતિ પુન: વકરવાની ભીતિ વ્યકત કરાઇ છે. બાવળની ઝાડી અને ગંદકી અગાઉ હતી તેનાથી પણ વધી ગઇ છે. આ પાણી આધોઇ, ઘરાણા, સામખિયાળી થઇ રેલવે પુલ વચ્ચેથી નીકળી જતું હોય છે. વર્તમાન ગીચ ઝાડીનાં દૃશ્યો જોતાં રેલવે ટ્રેક ઉપર પણ આ પાણીને લઇ મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે એવું ટ્રાન્સપોર્ટર વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust