કચ્છના નવા પોસ્ટ અધીક્ષકે કાર્યભાર સંભાળી લીધો

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 1 : કચ્છ જિલ્લાના પોસ્ટ વિભાગમાં નવા પોસ્ટલ વડાની કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવી હતી અને નવા નિમાયેલા સુપરિન્ટેન્ડેન્ટ તરુણકુમાર એ. પારગીએ કાર્યભાર સંભાળી લીધો હતો. દોઢેક દાયકાથી વધારે સમયથી પોસ્ટ વિભાગ સાથે જોડાયેલા અને ખાતાકીય કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા શ્રી પારગીએ  કચ્છમાં ટીમવર્કથી બચતની વિવિધ યોજનાઓ તેમજ પી.એલ.આઇ., આર.પી.એલ.આઇ., સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની યોજનાઓનો વ્યાપ વધારી છેવાડાના માનવીને આ યોજનાઓનો લાભ મળે તે માટે કાર્યરત રહેવાની ભાવના પ્રદર્શિત કરી હતી.કચ્છના કર્મચારીઓ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા. આ અવસરે પૂર્વ અધીક્ષક કે.એમ. દેસાઇ, આસિ. સુપરિ. સલીમ મીર, કે. પી. જેન, સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર નસરુદ્દીન ખોજા, બલરામ મીના વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust