ભુજમાં કંપનીની ઓફિસ અને રહેણાક મકાનમાં તસ્કર ત્રિપુટીનો ચોરીનો પ્રયાસ

ભુજ, તા. 1 : શહેરના નરનારાયણનગરમાં તસ્કરોએ ખાનગી કંપનીની કચેરી અને રહેણાક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસસૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 30 -6ના મોડી રાત્રિના 3.30 વાગ્યાના અરસામાં નરનારાયણનગર-01માં  આવેલી આઈકોન ઈન્જિનીયરિંગ કંપનીની કચેરીમાં બન્યો હતો. મુખ્ય દરવાજાનું તાળું તોડી આરોપીઓ અદર ઘૂસ્યા હતા. ટેબલના ખાનાના લોક પણ તોડી નાખ્યા હતા અને  સ્ટોર રૂમનું તાળું પણ  તોડી નાખ્યું હતું. જો કે, ઓફિસમાંથી કોઈ ચીજવસ્તુ ચોરાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. તસ્કરોએ તોડફોડ કરીને 1000નું નુકસાન કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કચેરીના સીસી કેમેરા ચેક કરતાં 35 વર્ષની વયના ત્રણ શખ્સો જણાયા હતા. દરમ્યાન એ જ સમયે આ જ વિસ્તારમાં આવેલા પ્રેમકુમાર નરસિંહ કન્નડના બંધ રહેણાક મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.  સેન્ટ્રલ લોક તોડી અંદર પ્રવેશેલા શખ્સોએ મકાનનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. જો કે, ઘરમાં પણ ચોરીનો પ્રયાસ જ થયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

Crime

© 2022 Saurashtra Trust