મસ્કામાં જુગાર રમતા પાંચ ખેલી પાંજરે પુરાયા
ભુજ, તા. 1 : માંડવી તાલુકાના મસ્કામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે આજે બપોરે 4.30 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરાઈ હતી. આરોપીઓ મહેન્દ્ર મોતા, નારણજી ગોપાલજી રાજગોર, નિખિલ શંભુલાલ મોતા, શૈલેશ રતિલાલ ભારદ્વાજ, સુરેશ નાનજી મોતા ખેતરમાં હાર-જીતનો જુગાર રમતા હતા. પડમાંથી રોકડા રૂા. 19,250 કબજે કરાયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.