માધાપર હુમલા કેસના પાંચ આરોપી ચાર દિ''ના રિમાન્ડ તળે

ભુજ, તા. 1 : તાલુકાના માધાપરમાં યુવાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા.  આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસસૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ  યક્ષ મંદિર પાસે કારમાં આવેલા શખ્સોએ ભાવેશ કાનજી કેસરિયા ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતે. પોલીસે આરોપીઓ મીત ઉર્ફે ભૂદેવ સુનીલ રાજગોર, મનીષ હરિલાલ રાજગોર, હિતેશ ભચુ કોલી, અક્ષય દિલીપ જોષી, કૌશિક પ્રકાશ ગોરને એસ.ઓ.જી.એ જૂનાગઢથી ઝડપી પાડયા હતા. માધાપર પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  

Crime

© 2022 Saurashtra Trust